વડોદરા: શહેરમાં પ્રાણી પક્ષીઓ જોવા હોય એટલે સૌ પ્રથમ કમાટીબાગનું પ્રાણી સંગ્રહાલય અને પક્ષીઘર જ યાદ આવે.ત્યારે આજના આધુનિક યુગમાં કમાટીબાગમાં પણ આધુનિક ટેક્નોલોજીનો સમાવેશ કરી કમાટી બાગમાં એવાલા એવીયરીમાં 3 ડી એ.આર. પાર્ક શરૂ કરામાં આવ્યો છે. આ ટેક્નોલોજી ની મદદથી સહેલાણીઓ હવે રીઅલ પક્ષીઓની સાથે સાથે વર્ચ્યુઅલ પક્ષીઓનો પણ આનંદ માણી શકશે.

વડોદરા શહેરના કોમ્પ્યુટર વિઝન આધારિત નવીનતાઓના નિષ્ણાંત ટ્રીયમ ડિઝાઇનના સહસ્થાપક અંકિત પટેલ અને તેમની ટીમ દ્વારા 4 મહિનાની મહેનત બાદ લગભગ 15 લાખના ખર્ચે 3 ડી એ.આર. પાર્ક બનાવ્યો. સયાજીબાગ એવિયરીએ તેના બહુ-અપેક્ષિત 3D AR પાર્કનું અનાવરણ સયાજી બાગના ઝુ ક્યુરેટર ડો. પ્રત્યુષ પાટણકરના સહયોગથી કર્યું હોવાથી ટેકનોલોજીકલ ઇનોવેશનમાં એક આકર્ષક પ્રકરણ ખુલ્લુ મુકાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *